જુનાસાવર ખાતે ટી.કે. પારેખ હાઈસ્કૂલમાં સંસ્કૃત સપ્તાહની ઉજવણી અંતર્ગત ‘સંસ્કૃત ગૌરવ યાત્રા’ યોજાઈ હતી. સંસ્કૃત ભાષા અને ભારતીય સંસ્કૃતિ પ્રત્યે જાગૃતિ લાવવાના હેતુથી આયોજિત આ યાત્રામાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો જોડાયા હતા. વિદ્યાર્થીઓએ સંસ્કૃત શ્લોકો અને સૂત્રોચ્ચાર સાથે આકર્ષક પ્લેકાડ્‌ર્સ દ્વારા ભાષાનો પ્રચાર-પ્રસાર કર્યો હતો.