લીલીયા ઘટક ખાતે ‘પોષણ ઉત્સવ ૨૦૨૬’ની ઉજવણીના ભાગરૂપે ઘટક કક્ષાની વાનગી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્પર્ધામાં સ્થાનિક બહેનોએ પૌષ્ટિક અને સ્વાદિષ્ટ વાનગીઓ રજૂ કરી હતી. કાર્યક્રમમાં મામલતદાર, આરોગ્ય વિભાગનો સ્ટાફ, વિનયન અને વાણિજ્ય કોલેજનો સ્ટાફ તેમજ આઈ.સી.ડી.એસ. વિભાગનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. સ્પર્ધામાં મિલેટ્સ (તૃણ ધાન્ય) અને ટી.એચ.આર. આધારિત વાનગીઓ રજૂ કરવામાં આવી હતી. નિર્ણાયકો દ્વારા વાનગીઓની પૌષ્ટિકતા અને ગુણવત્તાના આધારે બંને કેટેગરીમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે વિજેતા બહેનોની પસંદગી કરવામાં આવી હતી. વિજેતાઓને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.









































