વડીયાના નાની કુકાવાવ ગામેથી ૭ જુગારીઓ પોલીસ ઝપટે ચડ્‌યા હતા. તેમની પાસેથી કુલ રૂ. ૧૩,૮૦૦નો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. અજયભાઇ કરશનભાઇ ગોરસવા, રીતીકભાઇ વિજયભાઇ ગોરસવા, નીરૂભાઇ જીલુભાઇ વાળા, ચતુરભાઇ કાળાભાઇ ગોરસવા, અરવીંદભાઇ વલ્લભભાઇ ગોરસવા, અમીતભાઇ અરવીંદભાઇ ગોરસવા તથા સનીભાઇ વિજયભાઇ ગોરસવા જાહેરમાં પૈસા વડે ગંજીપત્તાના પાનાથી હાર-જીતનો જુગાર રમતા રોકડા રૂ. ૧૩,૮૦૦ના મુદ્દામાલ સાથે પકડાયા હતા.