મોંઘીબા મહિલા આર્ટસ કોલેજ ખાતે ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે ભારત સરકારના “એક પેડ મા કે નામ” અભિયાન અંતર્ગત એનસીસી યુનિટ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે એનસીસીના કેડેટ્સ દ્વારા પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળી જાળવવાનો સંદેશ આપતાં કુલ ૫૦ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું અને કેડેટ્સે વૃક્ષોના જતન તથા સંવર્ધન માટે પણ પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.“એક પેડ મા કે નામ” અભિયાન દ્વારા માતાના સન્માન સાથે પર્યાવરણ પ્રત્યેની જવાબદારીનો સુંદર સંદેશ આપવામાં આવ્યો હતો. સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીને પર્યાવરણ સંરક્ષણ સાથે જોડીને એનસીસી કેડેટ્સે રાષ્ટ્રપ્રેમ સાથે પ્રકૃતિપ્રેમનું પણ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. આ કાર્યક્રમમાં એનસીસી કેડેટ્સે ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.











































