અમરેલીના નવા ખીજડીયા ગામની સીમમાંથી ૫ શકુની રૂ. ૯૦,૯૪૦ના મુદ્દામાલ સાથે ઝડપાયા
હતા. નેતરૂભાઇ હિરૂભાઇ મકવાણા, હરેશભાઇ રમેશભાઇ મકવાણા, પરેશભાઇ રમેશભાઇ મકવાણા, પ્રકાશભાઇ હિમનસિંહ શેકડીયા, સતીયાભાઇ પાનસિંહ વસુનીયા જાહેરમાં પૈસા-પાના વડે હાર-જીતનો તીન-પત્તીનો જુગાર રમતાં રોકડ રૂ.૧૫,૯૪૦, મોબાઇલ ફોન નંગ-૦૫, મોટર સાયકલ નંગ-૦૨ મળી કુલ કિ.રૂ.૯૦,૯૪૦ના મુદ્દામાલ સાથે ઝડપાયા હતા. જ્યારે એક ઈસમ નાસી ગયો હતો. અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનના એએસઆઈ એમ.ડી. જોષી વધુ તપાસ કરી રહ્યા છે.











































