બગસરા દાઊદી વ્હોરા સમાજ દ્વારા પયગંબર હજરત મુહમ્મદ (સ.અ.વ.) ના જન્મદિન મિલાદ-ઉન-નબીની ઉજવણીના ભાગરૂપે શહેરના મુખ્ય માર્ગો પર એક ભવ્ય જુલૂસનું આયોજન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે સરાફી મંડળીના એમ.ડી. નિતેશભાઈ ડોડીયા દ્વારા જુલૂસમાં જોડાયેલા તમામ લોકોનું ચોકલેટ આપીને મોં મીઠું કરાવવામાં આવ્યું હતું. ભાઈચારા અને પ્રેમ સાથે કરાયેલા આ સ્વાગતથી શહેરમાં કોમી એકતા અને સદ્‌ભાવનાનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પડ્‌યું હતું. સમગ્ર આયોજન દરમિયાન શાંતિ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.