ધોરાજી શહેરના સ્ટેશન રોડ વિસ્તારમાં રખડતા શ્વાનોનો આતંક જોવા મળ્યો હતો. એક જ દિવસમાં આશરે ૧૧ લોકોને કૂતરાઓએ બચકાં ભરતા લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઇજાગ્રસ્ત તમામ લોકોને તાત્કાલિક ધોરાજીની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તબીબોએ તમામ દર્દીઓને હડકવા વિરોધી રસી આપી જરૂરી સારવાર કરી હતી. હોસ્પિટલમાં રસીનો પૂરતો જથ્થો ઉપલબ્ધ હોવાનું તબીબોએ જણાવ્યું હતું. કૂતરું કરડે ત્યારે ઘા પર ચટણી, મરચું કે તેલ ન લગાવી વહેતા પાણીથી આશરે ૧૦ મિનિટ સુધી ધોઈ તાત્કાલિક સારવાર લેવાની સલાહ આપી હતી. રખડતા શ્વાનોને પકડી યોગ્ય કાર્યવાહી કરવા સ્થાનિકોએ નગરપાલિકા પાસે માંગ કરી છે.










































