સાવરકુંડલામાંથી પોલીસે ૪ જુગારીને ઝડપી પાડ્યા હતા. મહાવીરસિંહ પ્રતાપસિંહ ચૌહાણ, અજયભાઇ હસમુખભાઇ ડુબાણીયા, હરેશભાઇ બાબુભાઇ મકવાણા તથા અજયભાઇ અશોકભાઇ વાળોદરા જાહેરમાં ગંજીપત્તાના પાના વડે પૈસાની હારજીતનો તીનપતીનો જુગાર રમતા કુલ રોકડા રૂ.૧૧,૨૩૦ના મુદ્દામાલ સાથે ઝડપાયા હતા. સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના એએસઆઈ જે. જે. રાઠોડ વધુ તપાસ કરી રહ્યા છે.









































