દામનગર પે. સેન્ટર શાળા નંબર-૧ (ગ્રીન શાળા), પી.એમ. શ્રી ખાતે ૧૦ ઓગસ્ટે વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ઉજવણી અંતર્ગત ભવ્ય રેલીનું આયોજન કરાયું હતું, જેમાં ૨૫૦ જેટલા વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. રેલી દરમિયાન વિદ્યાર્થીઓએ સિંહ સંરક્ષણ અંગે જાગૃતિ ફેલાવી હતી. સિંહોના જતન અને સંરક્ષણ માટે વિદ્યાર્થીઓએ સંકલ્પ લીધો હતો. આ પ્રસંગે સિંહ સંરક્ષણ અંગે જરૂરી માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું.






































