કુંકાવાવ તાલુકામાં ‘વિશ્વ સિંહ દિવસ’ની ઉજવણી અત્યંત ઉત્સાહપૂર્વક કરવામાં આવી હતી. આ પ્રસંગે વ્રજ વિદ્યાલય, કુમાર શાળા, કન્યા શાળા, જંકશન શાળા, ઘનશ્યામનગર શાળા, ભક્તિનગર શાળા તેમજ સ્થાનિક કુમાર અને કન્યા હાઇસ્કૂલના ૧,૦૦૦થી વધુ વિદ્યાર્થીઓ તથા શિક્ષકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓએ સિંહના મહોરાં પહેરીને બેનરો અને સૂત્રોચ્ચાર સાથે કુંકાવાવના જાહેર માર્ગો પર રેલી કાઢીને સિંહ સંરક્ષણ અંગે લોકજાગૃતિ ફેલાવી હતી. આ મેગા રેલી વ્રજ વિદ્યાલયના પરિસરમાં પહોંચીને સભામાં ફેરવાઈ હતી. તાલુકા
કો-ઓર્ડિનેટર ઉદયભાઈ દેસાઈએ બાળકોને સિંહ સંરક્ષણનું મહત્વ સમજાવી આપણી વિરાસત સમાન સિંહના જતન માટે પ્રતિજ્ઞા લેવડાવી હતી. વ્રજ વિદ્યાલયના ધોરણ ૮ અને ૧૦ના વિદ્યાર્થીઓએ ગીરના આભૂષણ સમાન સિંહ વિશે સુંદર કવિતાઓ, દુહા અને વક્તવ્ય રજૂ કર્યા હતા. કાર્યક્રમમાં વન વિભાગના ગાર્ડ મિત્તલ મેડમે પણ પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું. મ્ઇઝ્ર નિરવભાઈ સાવલિયા, તાલુકા કો-ઓર્ડિનેટર, ઝ્રઇઝ્ર મિત્રો અને તમામ શાળાઓના શિક્ષકગણના ઉત્કૃષ્ટ સંકલનથી સમગ્ર આયોજન સફળ બન્યું હતું. અંતમાં વ્રજ વિદ્યાલયના આચાર્ય વિવેકભાઈ દિક્ષિતે સુંદર વ્યવસ્થા પૂરી પાડી સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.