અમરેલી જીલ્લા લેઉવા પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ સુરત સંચાલિત, ગજેરા શૈક્ષણિક સંકુલ અમરેલી ખાતેની આર. કે. વઘાસીયા કોમર્સ મહિલા કોલેજનું શૈક્ષણિક વર્ષ ૨૦૨૫-૨૬નું B.Com.(EM) Sem.- VIનું યુનિવર્સિટી પરિણામ ૧૦૦% પરિણામ સાથે ૧૦૦% ડિસ્ટીંક્શન આવ્યું છે. આ પરિણામમાં ભકોડીયા ક્રિનલ (૯૨.૩૬%) પ્રથમ, રામાણી હર્ષિતા (૯૧.૬૪%) દ્વિતીય અને વાઘેલા રીયા (૯૧.૪૫%) તૃતીય ક્રમે રહ્યા છે. આ શાનદાર સફળતા બદલ સંસ્થા અને ટ્રસ્ટ પરિવાર દ્વારા તમામ વિદ્યાર્થીઓ, રેન્કર્સ તેમજ સ્ટાફગણને હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા છે.




































