અમરેલી જિલ્લામાં યુવતીઓ ગુમ થવાનો સિલસિલો યથાવત્ રહેવા પામ્યો છે. લાઠીના દેરડી (જાનબાઈ) ગામેથી યુવતી ઘરેથી ચાલી નીકળી હતી. મુકેશભાઈ રમેશભાઈ ચૌહાણ (ઉં. વ.૪૦)એ જાહેર કર્યા મુજબ, તેમની દીકરી દર્શનાબેન (ઉં. વ.૧૮) પોતાના ઘરેથી કોઈને કહ્યા વગર નીકળ્યા બાદ પરત ફરી નથી.







































