ગોપાલગ્રામથી ચલાલા રોડ પર કિ.મી. ૧૯/૩૭૫ ખાતે આવેલા માઇનોર બ્રિજની પહોળાઈ વધારવાની કામગીરી માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) દ્વારા પૂર્ણ કરવામાં આવી છે. કામગીરી પૂર્ણ થતા બ્રિજ પરથી વાહનવ્યવહાર ફરી શરૂ કરી દેવામાં આવ્યો છે. અગાઉ બનાવવામાં આવેલ ડાયવર્ઝન હવે બંધ કરી દેવાયું છે અને વાહનચાલકો મૂળ બ્રિજ પરથી અવરજવર કરી રહ્યા છે. બ્રિજની પહોળાઈ વધતા વાહનોની અવરજવર વધુ સરળ અને સલામત બનશે. ખાસ કરીને ચોમાસામાં ડાયવર્ઝનના કારણે પડતી મુશ્કેલીઓથી રાહત મળશે.










































