કોડીનારના જંત્રાખડીમાં ખોડીયાર મંદિરે વ્યસન મુક્તિના પ્રણેતા પ. પૂ. બ્રહ્મલીન ખડેશ્વરીબાપુ (ગૌતમપૂરી મહારાજ)ની ૨૮મી પુણ્યતિથિ ૨૮ જુલાઇના રોજ ઉજવાશે. સવારે ૧૧ કલાકે બટુક ભોજન, રાત્રે ૧૦ કલાકે સંતવાણીનો કાર્યર્ક્મ રાખેલ છે,જેમાં અંકિતાબેન સોની (ભજનીક) દિનેશગિરીબાપુ સંતવાણી, મનુબાપુ ગોંડલીયા, કેવલસિહ જાદવ, લોક સાહિત્યકાર મુન્નાભાઇ વગેરે ઉપસ્થિત રહેશે. ૨૯ જુલાઇના રોજ ગુરૂપૂજન વિધિ સવારે ૯ કલાક હોવાથી કોડીનાર તાલુકાના શ્રધ્ધાળુઓને મહંત વિરગીરીજી મહારાજ અને ખોડીયાર ભક્ત મંડળ દ્વારા સર્વેને ઉપસ્થિત રહેવા અનુરોધ કરાયો છે.








































