બાબરાના ચમારડી ગામનો યુવક સુરત જવાનું કહીને નીકળ્યા બાદ ગુમ થયો હતો. આ અંગે નાનજીભાઈ પોપટભાઈ મગતરપરા (ઉં.વ.૭૨)એ જાહેર કર્યા મુજબ, તેમનો દીકરો પ્રવિણભાઈ નાનજીભાઈ મગતરપરા (ઉં.વ. ૪૩, રહે. ચમારડીવાળા, તા. બાબરા, જી. અમરેલી) ગઈ તા. ૦૨/૦૫/૨૬ના બપોરના ત્રણેક વાગ્યે પોતાના રહેણાંક મકાનેથી સુરત મુકામે જવાનું કહીને નીકળ્યો હતો, પરંતુ બીજે દિવસે સુરત ન પહોંચી ક્યાંક જતો રહ્યો હતો.