અમદાવાદ શહેરમાં સામાન્ય વરસાદ પડતાની સાથે જ મ્યુનિસિપલ કોર્પોરેશન અને તંત્રના પ્રી-મોન્સૂન પ્લાનિંગની પોલ ખુલ્લી પડી ગઈ છે. સૌથી ઝડપથી વિકાસ પામી રહેલા પોશ વિસ્તાર એવા ન્યૂ ચાંદખેડા-ઝુંડાલમાં ઠેર-ઠેર પાણી ભરાઈ જતાં સ્થાનિક રહીશો નરકાગાર જેવી પરિÂસ્થતિ ભોગવવા મજબૂર બન્યા છે. એક તરફ કરોડોના ખર્ચે વિકાસના દાવા કરાય છે અને બીજી તરફ પ્રાથમિક સુવિધાઓનો પણ અભાવ જાવા મળી રહ્યો છે.હાલમાં આ વિસ્તારમાં ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક આધુનિક ગાર્ડનનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. પરંતુ તંત્રના બિનકાર્યક્ષમ અધિકારીઓ દ્વારા વરસાદી પાણીના નિકાલ માટે કોઈ જ આગોતરું આયોજન કરવામાં આવ્યું નથી. પરિણામે, બગીચાના પા‹કગની આગળ જ પાણી ભરાઈ ગયા છે. જનતાના ટેક્સના પૈસા થી બની રહેલા આ ગાર્ડનની આ હાલત જાઈને તંત્રની નીતિ અને નિયત સામે ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છે.સ્થાનિક રહીશોનો આરોપ છે કે પાણી ભરાવાના કારણે આસપાસની સોસાયટીઓના લોકોનું જીવવું હરામ થઈ ગયું છે. જાગૃત નાગરિકો દ્વારા સંબંધિત વિભાગમાં ઓનલાઈન ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પરંતુ અધિકારીઓની આળસનો નમૂનો જુઓ, સ્થળ મુલાકાત કર્યા વિના જ ફરિયાદ ક્લોઝ કરી દેવામાં આવી! આ નિર્લજ્જ વર્તન બતાવે છે કે તંત્રને પ્રજાની મુશ્કેલીઓની કોઈ પરવા જ નથી.
કાગળ પર સ્માર્ટ અને વાસ્તવિકતામાં નિષ્ફળ પુરવાર થયેલા તંત્રની આ ઢીલી નીતિ સામે સમગ્ર વિસ્તારમાં ભારે રોષ વ્યાપી ગયો છે. સ્થાનિકો માંગ કરી રહ્યા છે કે અધિકારીઓ પોતાની નિદ્રામાંથી જાગે અને વરસાદી પાણીના નિકાલ માટે તાત્કાલિક યોગ્ય વ્યવસ્થા કરે. જા ટૂંક સમયમાં સમસ્યાનો કાયમી ઉકેલ નહીં આવે, તો આવનારા દિવસોમાં સ્થાનિક રહીશો દ્વારા ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ આપવામાં આવી છે.









































