શહેરના સીદસરના ૨૫ વારીયામાં ચાલતા રાષ્ટ્રીય એકતાને અખંડિતતાને નુકશાન પહોંચાડવાના પ્રયાસ ઉપર પોલીસે પાણી ફેરવી દીધું છે. ગેરકાયદેસર ચાલતા મદરેસામાં કેટલાક ગરીબ વર્ગના સમુદાયના બાળકોને આર્થિક સહાયના પ્રલોભન આપી મદરેસામાં લાવવામાં આવતા હોવાનું સામે આવ્યું છે. મૌલાનાની પોલીસે ધરપકડ કરી છે.ભાવનગર જિલ્લામાં ગ્રામ્ય પોલીસ દ્વારા સીએએસઓ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું. ભાવનગર શહેરના સીદસર ગામમાં આવેલા ૨૫ વારીયામાં ચલાવેલા કોÂમ્બંગ દરમિયાન ગેરકાયદેસર મદરેસા ચલાવતા મૌલાના ઝડપાઈ ગયા હતા. તેના કબજામાંથી મળી આવેલા લિટરેચરને પગલે પોલીસે ધોરણસર ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ભાવનગરના આપ ઘનશ્યામ ગૌતમે જણાવ્યું હતું કે, “૨૧ જુલાઈના સવારે આઠ કલાકે અમે સર્ચ ઓપરેશન અગાઉ ઘોઘામાં જેમ કર્યું હતું તેમ દરેક ડિવિઝનના પીઆઇ, એસડીએમ, મામલતદાર, પીજીવીસીએલ વગેરે સ્ટાફને રાખીને સાથે રાખીને સીદસર ગામમાં આવેલા ૨૫ વારીયામાં હાથ ધર્યું હતું. જેમાં કેટલાક મકાનો હેતુફેર જાવા મળ્યા હતા. જ્યારે એક ધાર્મિક સ્થળ પણ મળી આવતા તેને લઈને શંકાના આધારે તપાસ કરતા ગેરકાયદેસર હોવાનું માલુમ થયું હતું.”ઘનશ્યામ ગૌતમે જણાવ્યું હતું કે, “અમને ત્યાં એક મદરેસા જાવા મળ્યો હતો, જેને મોહમ્મદ સફિક અબ્બાસભાઈ મહેરીયા મૂળ બનાસકાંઠાના પાલનપુરના બાદરગઢ ગામનો રહેવાસી ચલાવતો હતો. ત્યાં મદરેસા રૂમ નંબર ૧૧૧ અને ૧૧૨માં ચાલતું હતું. મૌલાનાએ ભરૂચમાંથી શિક્ષા મેળવી હોવાથી મદરેસા ચલાવતો હતો. પરંતુ, આ મકાનો ગુજરાત હાઉસિંગ બોર્ડના હોય અને તેને વેચી શકાય નહીં કે ભાડે આપી શકાય નહીં એટલે હેતુફેર થતા ગેરકાયદેસર હતું. શંકાના આધારે મોલાના રૂમની તપાસ કરતા કેટલાક વાંધાજનક સાહિત્યો મળી આવ્યા હતા.”ઘનશ્યામ ગૌતમે વધુમાં જણાવ્યું હતું કે, “તેના રૂમની તપાસ કરતા કેટલાક વાંધાજનક સાહિત્યો મળ્યા હતા. ધર્મ ખતરે મેં હૈ, એક જગ્યાએ ભેગા થવાનું તેવા લખાણો મળ્યા હતા. કેટલાક સાહિત્યો ટ્રાન્સલેટ કર્યા તો કોમી અખંડતાને નુકસાન કરતા હોય તેવા હતા. બાળકોના પુસ્તકો મળ્યા છે તે વાંધાજનક છે. મૌલાનાને કોણ લાવ્યું? કોણ ફંડિંગ કરતું હતું તો તેને મૌલાના યુસુફ અને મોલાના અશફ નામ આપ્યા છે. એક સમુદાયના ગરીબ લોકોને ફાઇનાÂન્સયલ સપોર્ટ આપીને મદરેસા ચલાવાઈ રહ્યું હતું.”ઘનશ્યામ ગૌતમે વધુમાં જણાવ્યું હતું કે, “કેટલા રજીસ્ટર મળ્યા તેમાં બાળકોના નામ વાલીના નામ તેના ફાયનાન્સ કરવામાં આવતું હતું, બધી જ વિગતો મળી છે. પરંતુ આ મોલાનાને ફન્ડીગ કરતાં માત્ર બે શખ્સો ન હોઈ શકે વધુ પણ નામ ખુલી શકે છે. મોલાના એ હાથે લખેલી હોય, ક્યાય ભારતમાં પÂબ્લશ ન થઈ હોય ઇÂન્ડયામાં તેવી કેટલીક ચીજ વસ્તુઓને કબ્જે લીધી છે. જા કે આ મૌલાના ભરૂચમાં જંબુસરમાં શિક્ષા મેળવીને આવ્યો ત્યારે તેને કોણે શિક્ષા આપી?, તેની સાથે આવા કેટલા મોલાના શિક્ષા લઈને ગયા? આ બધો તપાસનો વિષય બન્યો છે.ભાવનગર જિલ્લાના વરતેજ પોલીસ સ્ટેશનમાં મોહમ્મદ સફિક અબ્બાસભાઈ મહેરીયા સહિત અન્ય બે શખ્સો સામે ફરિયાદ નોંધાવા પામી છે. જેમાં પોલીસે ગુનો નોંધીને મૌલાનાને ઝડપીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો જ્યાં કોર્ટ દ્વારા દસ દિવસના રિમાન્ડ મોલાના મંજૂર કરવામાં આવ્યા છે.ભાવનગર સીદસર મૌલાના બાદ એસઓજી પોલીસ દ્વારા સામેલ વધુ બે શખ્સ યુસુફ આરીફભાઈ મારફાણી ૨૬ વર્ષીય તેમજ અનસ મોહમ્મદસીદીક લાખાણી ૨૪ વર્ષીયને ઝડપી લીધા છે. પોલીસે હાલ પૂછપરછ હાથ ધરી છે.









































