વલસાડ જિલ્લામાં છેલ્લા બે દિવસથી સતત વરસી રહેલા ભારે વરસાદે જનજીવનને ગંભીર અસર પહોંચાડી છે. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે જિલ્લાની જીવનદોરી સમાન ઔરંગા નદીમાં જળસ્તર સતત વધી રહ્યું છે. હાલ જિલ્લો રેડ અલર્ટ હેઠળ છે અને અનેક વિસ્તારોમાં પૂર જેવી Âસ્થતિ સર્જાતા વહીવટી તંત્ર સંપૂર્ણ એલર્ટ મોડ પર છે.ધરમપુર તાલુકામાં માત્ર ચાર કલાકમાં અંદાજે ૬ ઇંચ વરસાદ નોંધાતા અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. ભારે વરસાદ અને ઉપરવાસમાંથી આવતાં પાણીના કારણે ઔરંગા નદીમાં ઘોડાપૂર આવ્યું છે. પરિÂસ્થતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને જિલ્લા કલેક્ટર અને વહીવટી તંત્રે નદીકાંઠાના વિસ્તારોની સ્થળ મુલાકાત લઈને સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું.
ભારે વરસાદના કારણે ભેરવી નજીક ઔરંગા નદીનું જળસ્તર ૯ મીટરની ભયજનક સપાટીએ પહોંચી ગયું છે. સ્થાનિક ઇતિહાસમાં પ્રથમ વખત નદી આટલા ઊંચા સ્તરે પહોંચતાં નીચાણવાળા વિસ્તારોમાં પૂરનું જાખમ નોંધપાત્ર રીતે વધી ગયું છે. પૂરના જાખમને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્રે કાશ્મીર નગર, બરુડિયાવાડ, છીપવાડ અને તરિયાવાડ સહિતના નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરી હતી.સ્થળાંતરના મુખ્ય આંકડાઃ કાશ્મીર નગરઃ અંદાજે ૬૦થી ૭૦ લોકોનું સ્થળાંતર.બરુડિયાવાડઃ અંદાજે ૧૦૦થી ૨૦૦ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા.સ્થળાંતર કરાયેલા તમામ લોકોને રહેવા અને ભોજન સહિતની સુવિધા સાથે રામજી મંદિર ખાતે અસ્થાયી આશ્રય આપવામાં આવ્યો છે.મુસળધાર વરસાદ છતાં જિલ્લા વહીવટી તંત્ર, નગરપાલિકા, પોલીસ અને બચાવ ટીમો સતત મેદાનમાં રહી કામગીરી કરી રહી છે. પ્રાંત અધિકારી વિમલ પટેલ, મામલતદાર તૃપ્તિબેન, નગરપાલિકાના સીઓ સ્થાનિક કાઉÂન્સલર હિતેશ ભંડારી, નગરપાલિકાનો સ્ટાફ અને પોલીસ અધિકારીઓ મોડી રાત સુધી બચાવ અને સ્થળાંતરની કામગીરીમાં જાડાયેલા રહ્યા હતા.પૂરની ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્રે વિદ્યાર્થીઓની સુરક્ષાને પ્રાથમિકતા આપતાં તમામ શાળા-કોલેજા, આંગણવાડીઓ અને આઇટીઆઇ સંસ્થાઓમાં રજા જાહેર કરી છે.પ્રાંત અધિકારી વિમલ પટેલે નાગરિકોને ઘરની બહાર ન નીકળવા, સુરક્ષિત સ્થળે રહેવા તેમજ સોશિયલ મીડિયા પર ફેલાતી અફવાઓથી દૂર રહેવાની અપીલ કરી છે. કોઈપણ કટોકટીની સ્થિતિમાં જિલ્લા કંટ્રોલ રૂમનો તાત્કાલિક સંપર્ક કરવા પણ સૂચના આપવામાં આવી છે.








































