શ્રી વી.ડી. કાણકિયા આર્ટસ અને શ્રી એમ.આર. સંઘવી કોમર્સ કોલેજ ખાતે વિદ્યાર્થી કેમ્પસ સહકારી મંડળીની ત્રીજી વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી. અમરેલી જિલ્લા સહકારી સંઘના ચેરમેન મનીષભાઈ સંઘાણીની અધ્યક્ષતામાં આયોજિત આ કાર્યક્રમમાં પ્રિન્સિપાલ ડા. એસ.સી. રવિયાએ સ્વાગત પ્રવચન આપી સહકારી પ્રવૃત્તિઓ અંગે માર્ગદર્શન પૂરું પાડ્‌યું હતું.સભા દરમિયાન નવી કારોબારી કમિટીની રચના કરી બી.કોમ.ના વિદ્યાર્થી જેઠવા કિર્તનની નવા પ્રમુખ તરીકે વરણી કરાઈ હતી. મુખ્ય અતિથિ મનીષભાઈ સંઘાણીએ વિદ્યાર્થીઓને ‘વિના સહકાર નહીં ઉદ્ધાર’નો મંત્ર આપી સહકાર ક્ષેત્રે કારકિર્દી ઘડવા આહ્વાન કર્યું હતું.આ પ્રસંગે સહકાર તાલીમ વર્ગના વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ એનાયત કરાયા હતા. શરદભાઈ પંડ્‌યા અને અનિરુદ્ધસિંહ રાઠોડ સહિતના મહાનુભાવોની હાજરીમાં યોજાયેલા આ કાર્યક્રમનું સંચાલન ડા. એચ.આર. દેસરાણીએ કર્યું હતું.