અમરેલી જિલ્લા પેરોલ ફોલો સ્ક્વોડે નોંધપાત્ર કામગીરી કરતા છેલ્લા બે વર્ષથી ફરાર પકડ વોરંટના આરોપીને ઝડપી પાડ્યો છે. પોલીસ મહાનિરીક્ષક ભાવનગર રેન્જના માર્ગદર્શન અને જિલ્લા પોલીસ અધિકારીઓની સૂચના મુજબ ટેક્નિકલ સર્વેલન્સ તથા હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે આરોપીનું ચોક્કસ લોકેશન મેળવી અમરેલીના મિલન ટ્રાન્સપોર્ટ પાસેથી તેની ધરપકડ કરવામાં આવી હતી. આરોપી સામે લીલિયા કોર્ટના ફોજદારી કેસમાં પકડ વોરંટ જારી થયેલું હતું અને તે લાંબા સમયથી નાસતો ફરતો હતો. ધરપકડ બાદ આરોપીને આગળની કાયદેસરની કાર્યવાહી માટે લીલિયા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. સમગ્ર કામગીરી એલ.સી.બી. અને પેરોલ ફોલો સ્ક્વોડની ટીમે સંકલિત પ્રયાસોથી સફળતાપૂર્વક પાર પાડી હતી.









































