રાજુલામાં રાજસ્થાનના વતનીએ ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. આ અંગે સંદીપકુમાર દેવકરણસિંહ ઠાકન (ઉં.વ. ૩૬)એ જાહેર કર્યા મુજબ, મૂળ રાજસ્થાનના મલસીસર તાલુકાના આનંદપુરા ગામના જોગેન્દર બહાદુરસિંહ ઠાકન (ઉં.વ. ૨૯)એ રાજુલા આહીર સમાજના ગેટ સામે આવેલી બિલ્ડિંગના પાંચમા માળે અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈ લેતાં તેમનું મોત નીપજ્યું હતું. આ અંગે રાજુલા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ પી. એસ. બાબરીયા વધુ તપાસ ચલાવી રહ્યા છે.









































