બાબરાના તાઈવદર ગામના સીમ વિસ્તારમાં જુગાર રમતા ૬ ઈસમો ઝડપાયા હતા. તેમની પાસેથી રૂ. ૧૩,૩૫૦નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. ડાયાભાઈ અરજણભાઈ સોલંકી, રઘુભાઈ વેલાભાઈ મકવાણા, વાસકુરભાઈ કાળુભાઈ ધાધલ, કુલદીપભાઈ ભીખુભાઈ શાક, પ્રવિણભાઈ રૂપાભાઈ મકવાણા તથા શૈલેષભાઈ દેવરાજભાઈ રાઠોડ તાઈવદર ગામના સીમ વિસ્તારમાં આવેલી સરકારી પડતર જમીનમાં હાર-જીતનો જુગાર રમતા રોકડા રૂ. ૧૩,૨૦૦ અને હાથબત્તી મળી કુલ રૂ. ૧૩,૩૫૦ના મુદ્દામાલ સાથે ઝડપાઈ ગયા હતા. બાબરા પોલીસ સ્ટેશનના છજીં જે.આર. દાંતી વધુ તપાસ ચલાવી રહ્યા છે.







































