ગોંડલના ભોજરાજપરા-૩૧ ખાતે આવેલા જય શ્રી ખીજડાવાળા મામાદેવ મંદિર ખાતે ૪૯મા અષાઢી બીજ મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.દિવસભર વિવિધ ધાર્મિક કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા હતા. વહેલી સવારથી જ મંદિર ખાતે ગણપતિ પૂજન, શ્રી ખીજડા પૂજન, મહાઆરતી, ધ્વજારોહણ તેમજ મામાદેવને સાફો અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. મહોત્સવ નિમિત્તે નવચંડી યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. સવારે ૧૦ વાગ્યાથી રાત્રે ૧૦ઃ૩૦ વાગ્યા સુધી ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હજારો ભક્તોએ પ્રસાદ ગ્રહણ કર્યો હતો. લોકગાયક અને કલાકારો દ્વારા ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું.










































