વાપી ખાતે શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ મંત્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને ઘનકચરાના વૈજ્ઞાનિક નિકાલ માટે સ્થાપિત આધુનિક ડેમો પ્લાન્ટનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં કોડીનાર નગરપાલિકાના ઉપપ્રમુખ શિવાભાઈ સોલંકી, ચીફ ઓફિસર બી.આર. ગોહિલ અને સેનેટરી ઇન્સ્પેક્ટર ભાવેશભાઈ ઝાલા ઉપસ્થિત રહ્યા હતા. મંત્રીએ પ્લાન્ટની કામગીરીનું અવલોકન કરી જરૂરી સૂચનો આપ્યા હતા. આ ટેકનોલોજીથી ભવિષ્યમાં ઘનકચરાનો ૧૦૦ ટકા વૈજ્ઞાનિક નિકાલ શક્ય બનશે.





































