રાજુલાના ચાંચ બંદરમાં પરિણીતા પર ચારિત્ર્યહિનતો આળ મૂકી પતિને મારવાની ધમકી આપી હતી. આ અંગે આશાબેન ચંદુભાઈ શિયાળા (ઉ.વ.૨૫)એ અજાણ્યા મોબાઈલ ધારક સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ તેમને અજાણ્યા મોબાઈલ ધારકે ફોન કરેલો અને કહ્યું કે, આશાબેન બોલો છો. તેથી તેમણે કહેલ કે હા, હું આશાબેન બોલુ છુ. બાદ તેણે ફોન કાપી નાખ્યો હતો અને થોડીવાર પછી બીજી વખત તેનો ફોન આવતા તેમણે તેમનો મોબાઇલ ફોન સ્વિચ ઓફ કરી દીધો હતો. બાદ સાંજના આશરે સાતેક વાગ્યે આ તેના પતિએ ફોન કરતા તેના પતિને ફોનમાં ગાળો આપી હતી. તેમજ તેના પર ચારિત્રહીનતાની આળ મુકી ખોટી વાતો કરી તેના પતિને માર મારવાની ધમકી આપી હતી.








































