ધારીના નવાગામ ફતેગઢમાંથી ૭ જુગારીઓ ઝડપાયા હતા, જેમાં ૫ મહિલા અને ૨ પુરુષોનો સમાવેશ થાય છે. જીતુભાઈ રામજીભાઈ ધંધુકિયા તથા ભૂપતભાઈ મણિશંકરભાઈ દવે અને પાંચ મહિલાઓ સહિત આ સાતેય ઈસમો જાહેરમાં ગંજીપતાં અને પૈસા વડે ‘તીનપત્તી’ નામનો હાર-જીતનો જુગાર રમી-રમાડી રહ્યા હતા. તે દરમિયાન પોલીસે રેડ પાડીને આ સાતેય ઈસમોને રોકડા રૂ. ૧૧,૨૦૦ સાથે ઝડપી લીધા હતા. આ અંગે ધારી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રભાઈ જે. વાળા વધુ તપાસ ચલાવી રહ્યા છે.









































