બાબરામાં મજૂરીના પૈસા લેવા જતા ભૂંડા બોલીને લાકડીથી મુંઢ માર માર્યો હતો. આ અંગે જેવરસિંહ મનુભાઈ ગોહીલ (ઉ.વ.૫૫)એ અર્જુનભાઈ ભોગીરામ ગોહીલ સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ તેમને આરોપી પાસેથી મજૂરીના પૈસા લેવાના હોવાથી તે લેવા ગયા હતા. આ સમયે તેમને ગાળો બોલી લાકડીથી મુંઢ માર મારીને ઈજા કરી હતી.