બગસરાના આપાગીગા ગાદી મંદિર ખાતે આગામી ગુરૂવાર, ૧૬ જુલાઈના રોજ પરંપરાગત રીતે અષાઢી બીજની ઉજવણી કરવામાં આવશે. સવારે ૭ કલાકે મંગળા આરતી, હનુમાન ચાલીસાના પાઠ અને હોમાત્મક યજ્ઞ યોજાશે. ત્યારબાદ ગધઈ અને પ્રજાપતિ પરિવાર દ્વારા વાજતે-ગાજતે લવાયેલી ધ્વજાનું પૂજ્ય મહંત જેરામબાપુના હસ્તે શાસ્ત્રોક્ત વિધિથી પૂજન કરી સવારે ૯ઃ૩૦ કલાકે ધ્વજારોહણ કરાશે. આ પ્રસંગે પૂજ્ય સંત શ્રી આપાગીગાની પવિત્ર પ્રસાદીની વસ્તુઓનું પૂજન-અર્ચન કરવામાં આવશે. મહંતશ્રી જેરામબાપુએ તમામ ભાવિક ભક્તોને સાંજે મહાઆરતી તથા મહાપ્રસાદનો લાભ લેવા ભાવભર્યું આમંત્રણ આપ્યું છે. આ મહોત્સવને સફળ બનાવવા ગીગેવ ગ્રુપ અને કોઠારી હરિબાપુ જહેમત ઉઠાવી રહ્યા છે.