બાબરાના જીવાપર (કરિયાણા) ગામે પત્ની સાથે ઝઘડા બાદ તેને પિયર મૂકીને આવ્યા પછી પતિએ ઝેરી દવા પીધી હતી.આ અંગે જગદીશભાઈ સવાભાઈ પીપળવા (ઉ.વ.૩૭)એ જાહેર કર્યા મુજબ, વિશાલ ભનુભાઈ પીપળવા (ઉ.વ.૨૫)ને પોતાની પત્ની સાથે આશરે પંદર દિવસ પહેલાં કામ કરવા બાબતે ઝઘડો થયો હતો. જેથી તે તેની પત્નીને પિયર મૂકી આવ્યો હતો. તે વાતનું દિલમાં લાગી આવતા તેણે પોતાની મેળે ઝેરી દવા પી લીધી હતી, જેથી તેને સારવાર અર્થે ખસેડાયો હતો. બાબરા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ પી. પી. ડેર વધુ તપાસ કરી રહ્યા છે.