બગસરા પોલીસ સ્ટેશનની મુલાકાતે આવેલા અમરેલી જિલ્લા પોલીસ વડા સંજયભાઈ ખરાતનું સ્થાનિક આગેવાનો અને પોલીસ કર્મચારીઓ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે બગસરા પોલીસમાં ફરજ બજાવતા પી.આઈ. વી. કે. ગોલવેલકર તેમજ જૂનાગઢ શિવરાત્રી મેળામાં ઉમદા કામગીરી માટે જાણીતા પોલીસ હેડ કોન્સ્ટેબલ ઉમેદભાઈ મહેતા ઉપસ્થિત રહ્યા હતા. સમસ્ત બ્રહ્મ સમાજના મંત્રી અને પત્રકાર એકતા પરિષદના પ્રમુખ હાર્દિકભાઈ બામટાએ પણ કાર્યક્રમમાં હાજરી આપી હતી. મુલાકાત દરમિયાન સંજયભાઈ ખરાતને મોમેન્ટો અર્પણ કરી તેમના કાર્યની પ્રશંસા સાથે સન્માન કરવામાં આવ્યું હતું.