અમરેલી જિલ્લામાં આકસ્મિક મોતના બનાવોમાં નોંધપાત્ર વધારો થયો છે. ક્યારેક આપઘાત તો ક્‌યારેક આકÂસ્મક મોતના બનાવો પોલીસ ચોપડે નોંધાઈ રહ્યા છે. જેમાં મોટી કુકાવાવ ગામે કુવામાં પડી જવાથી યુવકનું મોત થયું હતું. બનાવ અંગે પીયુષભાઇ પરશોતમભાઇ સોરઠીયા (ઉ.વ.૩૬)એ જાહેર કર્યા મુજબ, મંથનભાઇ ગોગનભાઇ સોરઠીયા (ઉ.વ.૨૧) વાડીમાં આવેલ કૂવામાં પાણી જોવા જતા તેમનો પગ અચાનક લપસી જતા કૂવામાં પડી જતા કૂવાના પાણીમા ડૂબી જતા મરણ પામ્યા હતા. વડીયા પોલીસ સ્ટેશનના એએસઆઈ બી પી ધાંધલા વધુ તપાસ કરી રહ્યા છે.