સાવરકુંડલા તાલુકાના ગાધકડા ગામે આશાપુરા નારાયણ દેવી મંદિર ટ્રસ્ટ દ્વારા એક પ્રશંસનીય સેવાયજ્ઞ યોજાયો હતો. ગ્રામીણ વિસ્તારનું કોઈ બાળક આર્થિક સંકડામણને કારણે શિક્ષણથી વંચિત ન રહે તેવા હેતુથી ટ્રસ્ટ દ્વારા દીકરા-દીકરીઓને શૈક્ષણિક સામગ્રીનું પ્રદાન કરવામાં આવ્યું હતું. નવા શૈક્ષણિક વર્ષના પ્રારંભે અંદાજે ૯૨૦ જેટલા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને નોટબુકોનું વિતરણ કરાયું હતું. આ ઉપરાંત ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોના બાળકો પરથી મોંઘા ભણતરનો બોજ હળવો કરવા માટે ૫૦૦૦ જેટલા પાઠ્‌યપુસ્તકો પણ એનાયત કરવામાં આવ્યા હતા.