અમરેલીના દેવરાજીયા મુકામે રહેતી પરિણીતાએ અમદાવાદના બાવળામાં રહેતા સાસરિયાં સામે ફરિયાદ નોંધાવી હતી. પતિએ ઢીકાપાટુનો મુંઢ માર મારી પત્ની અને દીકરાને ઘરેથી પહેરેલા કપડે કાઢી મૂક્યા હતા, જ્યારે સાસુ ઘરકામ બાબતે મેણાં-ટોણાં મારતા હતા.દેવરાજીયા ગામે રહેતા રૂપલબેન અભિષેકભાઇ લશ્કરી (ઉ.વ. ૩૦)એ અમદાવાદના બાવળામાં રહેતા પતિ અભિષેકભાઇ બંસીદાસભાઇ લશ્કરી તથા સાસુ રંજનબેન બંસીદાસભાઇ લશ્કરી સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ, તેમના લગ્ન ગાળો તા. ૨૭/૦૨/૨૦ થી તા. ૨૧/૦૬/૨૬ દરમિયાન બાવળા મુકામે સાસરિયામાં રહેતા હતા તે વખતે તેના પતિ અભિષેકભાઇ તથા સાસુ રંજનબેને અવારનવાર ઘરકામ બાબતે તેમજ અન્ય બાબતોમાં મેણાં-ટોણાં મારી શારીરિક અને માનસિક ત્રાસ આપ્યો હતો. તેના પતિ તથા સાસુએ ગાળો આપી હતી અને પતિએ ઢીકાપાટુનો મુંઢ માર મારી ઘરેથી પહેરેલા કપડે જ તેને તથા તેના દીકરાને કાઢી મૂક્યા હતા.