જાફરાબાદના લોઠપુર ગામે કપડાંની દુકાનમાં આગ લાગવાથી ૧૨ લાખનું નુકસાન થયું હતું. આ બનાવ અંગે મૂળ અમદાવાદના ધોલેરા તાલુકાના ભડીયાદ ગામના અને હાલ લોઠપુર ગામે રહેતા જયદીપસિંહ પરમારે જાહેર કર્યું હતું કે, તેમની દુકાનમાં કોઈ કારણસર આગ લાગતાં રેડીમેડ કપડાં, કપડાંના પાર્સલ, ફર્નિચર, ખુરશી, ટેબલ, એસી, પંખા તથા લાઈટ ફિટિંગ બળી જવાથી ૧૨ લાખ રૂપિયાનું નુકસાન થયું હતું. રાજુલા પોલીસ સ્ટેશનના એએસઆઈ બી. એમ. વાળા આ અંગે વધુ તપાસ કરી રહ્યા છે.