બાબરાના વાંડળિયા ગામે મધ્ય પ્રદેશનો પરિવાર મજૂરી અર્થે આવ્યો હતો. આ પરિવારની દીકરી વિધર્મી સાથે ભાગી જતાં પિતાએ ઝેરી દવા પી લીધી હતી, જેથી તેમને સારવાર અર્થે ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. આ અંગે મૂળ મધ્ય પ્રદેશના ટાંડા તાલુકાના દેલઘાટા ગામના અને હાલ વાંડળિયા ગામે વાડીએ રહેતા રીનાબેન કાળુભાઇ અજનાર (ઉ.વ.૪૦)એ જાહેર કર્યા મુજબ, તેમની દીકરી છેલ્લા ત્રણેક દિવસથી કોઈ મુસ્લિમ છોકરા સાથે ભાગી ગઈ હતી. જેથી તેમના પતિ કાળુભાઇ ઠાકુરભાઇ અજનાર (ઉ.વ.૪૨) સતત તેની ચિંતામાં રહેતા હતા. આ વાત મનમાં લાગી આવતા તેમણે પોતાની જાતે ખડ નાશક ઝેરી દવા પી લીધી હતી. તેમને તાત્કાલિક સારવાર અર્થે ખસેડાયા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. બાબરા પોલીસ સ્ટેશનના એએસઆઈ જે. આર. દાંતી આ અંગે વધુ તપાસ કરી રહ્યા છે.








































