અમરેલી જિલ્લામાંથી પોલીસે બે અલગ-અલગ સ્થળેથી વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો. બાબરાના ગળકોટડી ગામેથી ૪૬૦ બોટલ તથા સાવરકુંડલાના મફતપરામાંથી ૪ બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો. કોઈ અજાણ્યો ઈસમ ગળકોટડી ગામના સીમ વિસ્તારમાં આવેલી વેલાભાઇ મંગાભાઇ શિરોળીયાની વાડી પાસે ખરાબાની જમીનમાં ભારતીય બનાવટના પરપ્રાંતીય ઇંગ્લિશ દારૂની વિવિધ બ્રાન્ડની કુલ ૪૬૦ બોટલો મૂકીને નાસી ગયો હતો. પોલીસે કુલ કિં.રૂ. ૪૧,૪૦૦નો પ્રોહિબિશન મુદ્દામાલ જપ્ત કર્યો હતો.અન્ય એક દરોડામાં સાવરકુંડલાના મફતપરા વિસ્તાર પાસે માતાવાડીના મેદાન પરથી ભાવેશભાઇ સોમાભાઇ દાફડા (ઉ.વ. ૨૬) પાસેથી ભારતીય બનાવટના વિદેશી દારૂની ૪ બોટલ મળી આવી હતી. આ ઉપરાંત, જિલ્લામાં અન્ય ૭ વ્યક્તિઓ પાસેથી દેશી દારૂ મળી આવ્યો હતો, જ્યારે ૧૭ ઈસમો કેફી પીણું પીધેલી હાલતમાં ફરતા ઝડપાયા હતા.











































