સમગ્ર દેશમાં હિન્દુ ધર્મના લોકો માટે દર ત્રણ વર્ષે પવિત્ર પુરુષોત્તમ માસ આવે છે. હાલ આ પવિત્ર માસ ચાલી રહ્યો હોવાથી સર્વત્ર ભક્તિમય માહોલ સર્જાયો છે. અમરેલી જિલ્લાના વડિયામાં આવેલા શ્રી સ્વામિનારાયણ મંદિર (દિવ્યધામ) ખાતે પવિત્ર પુરુષોત્તમ માસ અને ગ્રીષ્મ ઋતુ નિમિત્તે ભગવાન શ્રી ઘનશ્યામ મહારાજ સમક્ષ ભવ્ય અને કલાત્મક ‘કેરીનો અન્નકૂટ’ (આમ્રકૂટ) યોજાયો હતો. મંદિરમાં પ્રભુને શાસ્ત્રોક્ત વિધિથી વિવિધ જાતની ઉત્તમ કેરીઓનો થાળ અર્પણ કરી વિશેષ આરતી કરવામાં આવી હતી.
આ અલૌકિક ઉત્સવના દિવ્ય દર્શનનો લાભ લઈ સમગ્ર વિસ્તારના ભક્તોએ ધન્યતા અનુભવી હતી










































