રાજકોટ ખાતે પશ્ચિમ રેલ્વે દ્વારા યોજાયેલી મહત્વપૂર્ણ બેઠકમાં અમરેલી લોકસભાના સાંસદ ભરત સુતરિયાએ અમરેલી જિલ્લાના રેલ્વે વિકાસને લગતા વિવિધ પ્રશ્નો અને જનહિતના મુદ્દાઓ અસરકારક રીતે રજૂ કર્યા હતા. તેમણે જૂનાગઢ, જેતલસર, વડિયા, ચિતલ, ખીજડિયા, લાઠી અને ઢસા થઈ અમદાવાદ સુધી વંદે ભારત ટ્રેન શરૂ કરવાની માંગણી કરી હતી. ઉપરાંત અમરેલી-ધારી-વિસાવદર-જૂનાગઢ અને વિસાવદર-સોમનાથ રેલ્વે લાઇનને બ્રોડગેજમાં પરિવર્તિત કરવા રજૂઆત કરી હતી. રેલ્વે લાઇનો નજીકના ખેડૂતોના પ્રોના ઝડપી ઉકેલ, અમરેલી-કેરિયા રોડ અંડરબ્રિજ સહિતના પ્રોજેક્ટ્સમાં ઝડપ અને સાવરકુંડલા, લીલીયા તથા રાજુલા વિસ્તારના સ્થાનિક પ્રશ્નોના નિરાકરણની માંગ પણ કરવામાં આવી હતી. રેલ્વે તંત્રએ રજૂઆતો અંગે સકારાત્મક પ્રતિસાદ આપ્યો હતો.








































