દામનગર સમસ્ત વૈષ્ણવ સમાજ અને શ્રી મદનમોહનલાલજી હવેલીના સંયુક્ત ઉપક્રમે પુષ્ટિમાર્ગીય પરંપરા અનુસાર ભવ્ય શ્રીમદ્‌ ભાગવત કથાનો પ્રારંભ થયો છે. વિદ્વાન ભાગવતાચાર્ય શાસ્ત્રી મહેશભાઈ જોશીના વ્યાસાસને યોજાઈ રહેલી આ કથાનો સમય બપોરે ૪ઃ૦૦ થી ૬ઃ૩૦ કલાકનો છે. કથાના પ્રથમ દિવસે મુખ્ય યજમાન પ્રભુદાસભાઈ હકાણીના નિવાસસ્થાનેથી વાજતે-ગાજતે પોથીયાત્રા નીકળીને હવેલીએ પહોંચી હતી. આ નવરાત્રી જ્ઞાનયજ્ઞ દરમિયાન કપિલ જન્મોત્સવ, નૃસિંહ પ્રાગટ્ય, વામન અને રામ જન્મોત્સવ, નંદોત્સવ, ગોવર્ધન પૂજા તથા રૂક્ષ્મણી વિવાહ જેવા પવિત્ર પ્રસંગો દિવ્ય વેશભૂષા સાથે ધામધૂમથી ઉજવવામાં આવશે. અનેક સદ્ગૃહસ્થ પરિવારોના મનોરથો સાથે શરૂ થયેલી આ કથાની પૂર્ણાહુતિ આગામી તારીખ ૧૫ જૂન, ૨૦૨૬ના રોજ સાંજે ૬ઃ૦૦ કલાકે થશે.