અમરેલી નગરપાલિકા દ્વારા વિકસિત ભારત અને વિકસિત ગુજરાત @૨૦૪૭ના લક્ષ્યને સિદ્ધ કરવા તથા સરકારી યોજનાઓની માહિતી છેવાડાના માનવી સુધી પહોંચાડવા માટે તા. ૧૨ જૂન થી ૨૦ જૂન ૨૦૨૬ દરમિયાન જન કલ્યાણ શિબિરોનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંતર્ગત, અમરેલી નગરપાલિકા કચેરી ખાતે તા. ૧૨/૦૬/૨૦૨૬ના રોજ સવારે ૦૯ઃ૦૦ વાગ્યાથી જનકલ્યાણ શિબિર યોજાઈ હતી જેમાં નગરજનોને વિવિધ સરકારી સેવાઓનો શરૂકરાઈ છે.આ શિબિરમાં સરકારના જુદા-જુદા વિભાગોની કલ્યાણકારી યોજનાઓ હેઠળ નોંધણી કરવામાં આવશે. જેમાં આયુષ્યમાન ભારત, જેવી મહત્વની યોજનાઓનો સમાવેશ થાય છે. આ શિબિર દ્વારા લાભાર્થીઓ સીધો જ સરકારી યોજનાઓનો લાભ મેળવી શકશે.










































