અમરેલી શહેરમાં જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાના ભંગ બદલ પોલીસે બે રેસ્ટોરન્ટ માલિકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સુરક્ષાના ભાગરૂપે કરાયેલા ચેકિંગ દરમિયાન જાણવા મળ્યું કે, બંને માલિકો પોતાના એકમોમાં માસિક રૂ. ૨૫,૦૦૦ અને રૂ. ૩૦,૦૦૦ ના પગારથી પરપ્રાંતીય કારીગરો રાખીને કામ કરાવતા હતા. નિયમ અનુસાર આ શ્રમિકોની સંપૂર્ણ વિગતો સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જમા કરાવવી અનિવાર્ય હોવા છતાં, માલિકોએ કોઈ માહિતી આપી ન હતી.આથી પોલીસે જાહેરનામાનો સરેઆમ ભંગ કરવા બદલ બંને આરોપીઓ સામે ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.