અમરેલી જિલ્લાના ધોરણ ૮ પાસ કે તેથી વધુ લાયકાત ધરાવતા ઉમેદવારોની ઉજ્જવળ કારકિર્દીના ઘડતર અને કૌશલ્ય વિકાસ માટે અમરેલી ઔદ્યોગિક તાલીમ સંસ્થા ખાતે બે દિવસીય ફ્રી સમર સ્કિલ વર્કશોપનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. આ રોજગારીલક્ષી તાલીમ શિબિર આગામી ૨૨ અને ૨૩ જૂન ૨૦૨૬ના રોજ સવારે ૧૦ઃ૦૦ થી બપોરે ૦૩ઃ૦૦ વાગ્યા દરમિયાન યોજાશે.આ વર્કશોપમાં કમ્પ્યુટર, સીવણ, ઇલેક્ટ્રિકલ, મિકેનિકલ, સિવિલ, હેલ્થ, કેમિકલ અને બ્યુટી પાર્લર જેવા વિવિધ વિષયો પર પ્રાયોગિક તાલીમ આપવામાં આવશે. તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ કરનાર તમામ તાલીમાર્થીઓને સંસ્થા તરફથી પ્રમાણપત્ર પણ એનાયત કરવામાં આવશે. આ ફ્રી વર્કશોપનો લાભ લેવા ઇચ્છતા તમામ રસ ધરાવતા ઉમેદવારોએ આગામી ૨૧ જૂન ૨૦૨૬ સુધીમાં મોબાઈલ નંબર ૯૪૨૪૦ ૧૭૬૨૬ પર પોતાનું નામ લખી વ્હોટ્સએપ મેસેજ દ્વારા રજીસ્ટ્રેશન કરાવી લેવાનું રહેશે. વધુ વિગતો માટે આ જ નંબર પર સંપર્ક કરવા આચાર્યશ્રી દ્વારા યાદીમાં જણાવાયું છે.









































