ચલાલાના ગાયત્રી સંસ્કાર કેન્દ્ર ખાતે આગામી ૧૦ જૂન ૨૦૨૬, બુધવારના રોજ યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ દ્વારા ૨૯૧મો નિઃશુલ્ક નેત્રયજ્ઞ, દંતયજ્ઞ અને સર્વરોગ નિદાન કેમ્પ યોજાશે. રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પિટલ અને જીલ્લા અંધત્વ નિવારણ સમિતિના ઉપક્રમે તથા સ્વ. બાબુલાલ વાલજીભાઈ રૂપારેલીયાના આર્થિક સહયોગથી આ આયોજન કરાયું છે. કેમ્પમાં નિષ્ણાંત ડોક્ટરો દ્વારા શ્વાસ, ડાયાબિટીસ, હરસ-મસા અને પેટના રોગો સહિતની તમામ બીમારીઓની તપાસ કરી મફત દવા અપાશે. આ ઉપરાંત, દંતયજ્ઞમાં દાંત કાઢવા તેમજ ચાંદી પૂરવાની સારવાર વિનામૂલ્યે કરાશે. આંખના ઓપરેશનની જરૂરિયાતવાળા દર્દીઓને રાજકોટ હોસ્પિટલ લઈ જઈ ફેકોમશીન દ્વારા મફત નેત્રમણી મૂકી આપવામાં આવશે, જેના માટે દર્દીઓએ પોતાના સરકારી ઓળખપત્ર (આધારકાર્ડ)ની ૩ ઝેરોક્ષ નકલ સાથે લાવવાની રહેશે. સંસ્થાના વડા ડો. રતિદાદાએ ચલાલા અને ગ્રામ્ય વિસ્તારના લોકોને આ કેમ્પનો મહત્તમ લાભ લેવા અપીલ કરી છે.