જીવન સાથે જોડાયેલી એવી કંઈ કેટલીય નાની-નાની વાતો હોય છે, જે જીવન પ્રત્યે એક નવો જ દ્રષ્ટિકોણ દર્શાવે છે. આપણી રોજબરોજની જીંદગીમાં એવી કેટલીક વાતોથી આપણે આકુળ-વ્યાકુળ બનીને નાસીપાસ થતાં રહીએ છીએ. ક્યારેક એના કારણે જીંદગીમાં સુખદ બદલાવ પણ આવે છે, કારણકે જીંદગીમાં સુખદ બદલાવ પણ આવે છે. આપણા આ દિશાદર્શન દ્વારા એવી વાતો-બાબતો ને સમજવાની કોશિષ કરીએ…
(૧) જીવનમાં નાની-નાની વાતોને નજરઅંદાજ કરતાં શીખો. કેટલીકવાર એવી વાતોને અક્સર કરવાથી આપણે બીજાની સાથે સાથે આપણું મન-મગજ પણ બગાડીએ છીએ.
(૨) પતિદેવનું લંચબોક્સ તો તમે હંમેશા તૈયાર કરો ને તેમની બેગમાં મૂકો છો, પણ ક્યારેક લંચબોક્સની સાથે મૂકો એક નાનો પ્યારભર્યો પત્ર. પછી જુઓ, સાંજે પરત આવે ત્યારે તેમના ચહેરાની ચમક અને મંદ-મંદ સ્મિત, વાત જ કંઈ ઓર બનશે.
(૩) ખોટાં વાયદાથી બચો. જો કોઈ યુવક આપને વારંવાર બહાનાં બતાવી રહ્યો હોય કે આમ થશે તો લગ્ન કરી શકીશ, પેલું કામ પતે એટલે લગ્ન કરી શકીશ, તો એવા બહાનાબાજથી બચો. કેટલીકવાર આવા ખોટાં વચનોથી ઉંમરનો સોનેરી દોર જતો રહે છે અને અંતે ખબર પડે છે કે આપની સાથે દગો થયો છે. પછી નથી કોઈ તમન્ના રહેતી કે ન હોઈ ઉમંગ, એટલા માટે આવા માણસોથી બચો.
(૪) જ્યારે ઘરમાં કોઈ સેલિબ્રેશન હોય, તો તેવા ફંક્શનમાં ક્લિક કરાયેલી સીટોમાંથી ખાસ-ખાસ મહેમાનોની ચુનંદી તસવીરો સિલેક્ટ કરી ને તેમને મોકલો. પછી જુઓ, સંબંધોમાં કેવી મીઠાશ ફેલાય છે.
(૫) જો કોઈ વ્યક્તિ પર બેહદ ગુસ્સો આવી રહ્યો હોય, તો તમારી બધી ભડાસ એક પત્રમાં લખી લો અને પછી જ્યારે એવું લાગે કે હવે મન-મગજ શાંત થઈ ગયું છે, તો પત્રને ફાડીને ફેંકી દો.
(૬) જ્યારે તમારાથી કોઈ ભૂલ થઈ જાય, તો તેને સુધારવાની કોશિષ તરત કરો. કોઈની પાસે માફી માંગવાની હોય, તો તેની આંખોમાં જોઈને માફી માંગો.
(૭) આમતો કોઈપણ વ્યક્તિને પોતાની ખામીઓ વિશે સાંભળવું ગમતું હોતું નથી, પણ જો તમે તમારી સાંભળવાની શક્તિ દ્વારા આપનામાં જરૂરી બદલાવ લાવવાની આશા રાખતા હોય તો તેમને સમય આપો અને તેમને વહારે તમારી ખામીઓ પણ આપો અને તમે શાંતિથી સાંભળી-સમજી તમારામાં જરૂરી બદલાવ લાવો.
(૮) વખાણ કરવા અને પ્રોત્સાહન આપવું એ બંને એવાં ત¥વ છે, જેના દ્વારા તમે ઈચ્છો તો દરેકના પ્યારા બની શકો છો. જ્યારે તમે કોઈની પ્રશંસા કરો છો, ત્યારે મનમાંથી કેટલાય પૂર્વગ્રહ ખતમ થઈ જાય છે અને શરીરમાં એવા રસાયણોનો પ્રવાહ વહી જાય છે, જે આપને ખુશ રાખવામાં જવાબદાર હોય છે.
(૯) જો આપના કોઈ સ્નેહી કે ભાઈબંધ નિરાશ-હતાશ હોય કે ડિપ્રેશનમાં હોય, તો તેને રાઈટીંગ પેડ કે ડાયરી ગિફ્ટમાં આપો, જેના દરેક પેજ પર સારા-પોઝિટિવ કોટેશન્સ કે પછી પ્રેરક અને સકારાત્મક વાત-વિધાન લખ્યું હોય. વડીલો સાથે હંમેશા માન-આદરથી વાત કરો. તેઓ શું જોવા ઈચ્છી રહ્યા છે, પહેલાં તેમની વાત સાંભળો, પછી તમારી વાત તેમની સમક્ષ મૂકો.
(૧૦) વડીલો સાથે હંમેશા માન-આદરથી વાત કરો. તેઓ શું જોવા ઈચ્છી રહ્યા છે, પહેલાં તેમને સાંભળો, પછી તમારી વાત તેમની સમક્ષ મૂકો.
(૧૧) બાળકના મુખે ખુશ કરવા માટે ક્યારેક-કોઈક દિવસ, ઘરના એવા ખૂણામાં જ્યાં આપના દીકરા-દીકરીની નજર પડતી હોય ત્યાં એક પ્યારભરી ચીઠ્ઠી મૂકી દો, જેમાં પર લખેલી કોઈ પ્યારભરી કે મનની વાત અને સાથે રાખેલી હોય તેમની ફેવરિટ ચોકલેટ…
(૧૨) જો આપનો કોઈ ફ્રેન્ડ, સંબંધિ કે પાડોશી બીમાર હોય, તો સમય કાઢીને તેમની તબિયત પૂછવા-જોવા અવશ્ય જાવ. જો શક્ય હોય તો તેમની પસંદગીની કોઈ વાનગી ઘરેથી બનાવીને લઈ જાવ.
(૧૩) ઘરે આવેલા મહેમાનોનું સ્વાગત ખૂબ જ ઉષ્માપૂર્વક કરો અને તેમને પૂરતો સમય આપો. તેમની વાતોને પ્રેમપૂર્વક સાંભળો, તેમની પરેશાનીઓને પણ ધ્યાનમાં રાખી, નિવારણ કરો. જેથી ફરીવારની આપની મુલાકાતમાં તેમને એનો વિષય પર પૂછી ખબર-અંતર લઈ શકાય.
(૧૪) જીંદગીમાં મળેલી અસફળતાઓને એમ જ ભૂલી ન જાવ, એના કારણો શોધીને ભવિષ્યમાં બીજીવાર એજ ભૂલો ન થાય એ ધ્યાન રાખો. ધ્યાન રાખો – મોટી-મોટી હસ્તીઓ ઠોકરોમાંથી જ ઘડાઈને આગળ આવી છે.
(૧૫) જો આપનો કોઈ સગા સંબંધી કે મિત્ર કોઈ બુરી આદતના શિકાર બની રહ્યા હોય, ને તેમને સમજાવવામાં આપને બીક લાગતી હોય તો તમે કોઈ ત્રીજી નિકટની વ્યક્તિની સહાયતા લઈને તેમની મદદ કરી તેને બચાવી શકો છો.
(૧૬) કોઈપણ સંબંધને મજબૂત અને ગરિમાપૂર્ણ બનાવવા માટે કાપકૂપ રાખવાને બદલે સકારાત્મક વાતચીત થવી બેહદ જરૂરી છે; એટલે, હંમેશા આપના નજીકની વ્યક્તિઓ સાથે વાતચીતનો દોર જાળવી રાખો.
(૧૭) નવી વિચારધારાઓને અપનાવતાં રહો, જીંદગીમાં પરિવર્તન જરૂરી છે. કોઈપણ કઠિન પરિસ્થિતિનું નિવારણ આપણે ત્યારે જ શોધી શકીશું, જ્યારે આપણે આપણી વિચારધારામાં બદલાવ લાવીશું. હેલ્ધી લાઈફ જીવવાનો મતલબ એ છે કે આપણે આપણી જૂની વિચારધારા અને કામ કરવાની શૈલીમાં બદલાવ લાવતા રહીએ.
(૧૮) મેડિટેશન અવશ્ય કરો. એમાં યોગની સાથે સંગીત કે યોગની સાથે શાંતિ દ્વારા સુખદ બદલાવ મહેસૂસ કરશો.
(૧૯) ક્યારેક પરેશાનીઓને કારણે કોશમાં કંઈક ખોટું કરી પણ દો, તો પછી એના માટે પોતાની ભૂલને સ્વીકારીને અફસોસ અવશ્ય કરો. ક્યારેય તમારા આત્મવિશ્વાસ ને ડગમગવા ન દો, કેમકે ભરપૂર આત્મવિશ્વાસ વ્યક્તિને દરેક પરેશાનીઓથી બચાવી લે છે.
(૨૦) ઓર્ડર કરીને કામ કરવાને બદલે જો આપણે સૌમ્ય વ્યવહાર દ્વારા કોઈની પાસેથી સહયોગ મેળવીશું, તો અન્ય પણ તમને મદદ કરવા તૈયાર થશે. સારો અને સંતુલિત વ્યવહાર કુશળતા પરસ્પરના સંબંધો ને મધુર બનાવે છે ને સાથેસાથે મજબૂત પણ..!તો ચાલો.. ઉપરોક્ત વાતોનો અમલ કરવાનું ચાલુ કરી દો ને બદલી નાંખો આપની life અર્થાત જીંદગી અર્થાત જીવન..I loveજીંદગી..!Best of luck..!
sanjogpurti@gmail.com











































