બાબરાના ખંભાળા ગામે રહેતા દેવાભાઇ વિઠ્ઠલભાઇ જીંજરીયા (ઉ.વ. ૨૫)એ જાહેર કર્યા મુજબ, અશોકભાઇ વિઠ્ઠલભાઇ જીંજરીયા (ઉ.વ. ૧૯)એ તા. ૨૬/૦૫/૨૦૨૬ની રાત્રે આશરે બારેક વાગ્યે ઘરે કોઈ અગમ્ય કારણોસર પોતાની મેળે લુંગીનો એક છેડો શેટી સાથે બાંધી, બીજો છેડો ગળામાં વીંટીને વળ ચડાવી ગળાફાંસો ખાધો હતો. બાબરા પોલીસ સ્ટેશનના એએસઆઈ જે. આર. દાંતી આ અંગે વધુ તપાસ કરી રહ્યા છે.










































