સાવરકુંડલા-મહુવા રોડ પર આવેલી રેલ્વે ફાટક ઉપર ઓવરબ્રીજની કામગીરી હાથ ધરવામાં આવનાર હોવાથી વાહન વ્યવહાર માટે રૂટ ડાયવર્ટ કરવામાં આવ્યા છે. અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા આ અંગેનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, જે તા. ૨૧.૦૭.૨૦૨૬ સુધી અમલી રહેશે. જાહેરનામા અનુસાર, અમરેલી હાઈવેથી સાવરકુંડલા શહેર થઈને મહુવા-રાજુલા તરફ આવતા-જતા તમામ ભારે અને મોટા વાહનોએ સાવરકુંડલા બાયપાસ રોડનો ઉપયોગ કરવાનો રહેશે. જ્યારે સાવરકુંડલા શહેર અને મહુવા-રાજુલા વચ્ચે અવરજવર કરતા ટુ-વ્હીલર અને થ્રી-વ્હીલર વાહનો માટે સૂચિત બ્રીજની બંને બાજુએ આવેલા સર્વિસ રોડ પરથી પસાર થવાનું રહેશે.