ધોરાજી પંથકમાં ફરી એકવાર વનરાજાની પધરામણી થતા સ્થાનિકોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. છેલ્લા બે દિવસથી ફરેણી ગામના સીમ વિસ્તારમાં ત્રણ સિંહો લટાર મારતા હોવાનો વીડિયો વાયરલ થયો છે, જેનાથી ખેડૂતો અને પશુપાલકોમાં ભયનો માહોલ છે. અગાઉ કૈલાશનગર સુધી આવી પહોંચેલા સિંહે પશુનું મારણ કર્યું હતું. હાલ વન વિભાગે સિંહોનું લોકેશન ટ્રેસ કરવાની કામગીરી હાથ ધરી છે અને રાત્રિના સમયે પશુઓને ખુલ્લામાં ન બાંધવા માટે ખાસ અપીલ કરી છે.









































