ભારતીય મજદૂર સંઘ અમરેલી જિલ્લા દ્વારા ૫ મે ૨૦૨૬ ના રોજ જિલ્લા કલેક્ટર મારફતે રાજ્યના મુખ્યમંત્રી અને શ્રમમંત્રીને એક મહત્વપૂર્ણ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આ આવેદનમાં ગુજરાત રાજ્યના કામદારોના હિતાર્થે ચાર મુખ્ય શ્રમ કાનૂનોનો કડક અમલ કરવાની તેમજ શ્રમ વિભાગમાં ખાલી પડેલી જગ્યાઓ તાત્કાલિક ભરવાની માંગ કરવામાં આવી હતી. કામદારોના પ્રશ્નોના કાયમી નિરાકરણ માટે વિવિધ સમિતિઓની રચના કરવા અને “સમાન કામ સમાન વેતન”નો સિદ્ધાંત અમલી બનાવવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. આ ઉપરાંત દરેક કામદાર માટે પીએફ, બોનસ અને ગ્રેચ્યુઇટી ફરજિયાત કરવા તેમજ ઓવરટાઇમ માટે ડબલ દરે વેતન ચૂકવવાની માંગ મંત્રી ભરતભાઈ બથવાર દ્વારા રજૂઆત કરવામાં આવી હતી.