ગોંડલમાં ભારતના બંધારણના ઘડવૈયા ડો. બાબાસાહેબ આંબેડકરની ૧૩૫મી જન્મજયંતિ નિમિત્તે મેઘવાળ સમાજ દ્વારા ભવ્ય મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી ભગવતપરાથી નીકળી શહેરના વિવિધ રાજમાર્ગો પર ફરી હતી અને કડીયાલાઈન ખાતે સ્થિત બાબાસાહેબની પ્રતિમાને ફુલહાર કરી પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. સમગ્ર રૂટને ધજા-પતાકાથી શણગારવામાં આવ્યો હતો અને વિવિધ સમાજના અગ્રણીઓ તેમજ રાજકીય નેતાઓએ આ ઉત્સવમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. ઠેર-ઠેર ઠંડા પીણાંના સ્ટોલ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું અને પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત જાળવી કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો.