બાબરા ખાતે કાર્યરત પોલીસ ઇન્સ્પેક્ટર શેઠની અમદાવાદ ખાતે બદલી થતા શહેરમાં તેમની સેવાઓને માન આપીને ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા ભાવભીની વિદાય આપવામાં આવી હતી. આ પ્રસંગે ચેમ્બરના પ્રમુખ મુન્નાભાઈ મલકાણ, જનરલ સેક્રેટરી પરેશ સોની, ઉપપ્રમુખ મયુરભાઈ, ખાલીદ સૈયદ, રવી પાટડિયા,
આભાર – નિહારીકા રવિયા કાળુભાઈ થડેશ્વર, દીપક પંડ્‌યા, મનુભાઈ મોદી, ધર્મેશ પોપટ, ઉદયભાઇ ચલ્લા, સંગઠન મંત્રી કૌશિક રાઠોડ અને કિશોરભાઈ મકવાણા સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. સર્વે હોદ્દેદારો દ્વારા તેમને શ્રીફળ, સાકરનો પડો તથા શાલ ઓઢાડી સન્માનિત કરીને તેમની નવી નિમણૂક માટે શુભેચ્છાઓ પાઠવી હતી.